MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

OTHER ACTIVITIES

અન્ય પ્ર​વૃત્તિઓ

 

     સમાજના વયસ્ક દિકરા- દિકરીઓના બાયોડેટા મેળવી, તેમને યોગ્ય જીવન સાથી મળી રહે તે માટે તે બાયોડેટા તેમના માતા-પિતાને આપવા. ઉપરાંતઓનલાઈન મેરેજ ડીરેક્ટરીવેબસાઈટ દ્વારા ઉપલબ્ધ છે.

 

     વિશેષ દાતાઓની સહાય અને ઈચ્છા અનુસાર અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ૧૬ જેટલા ટોયલેટ (સંડાસ-બાથરૂમ) બાંધી આપ્યા તથા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકારી સહાયવાળા ૭૬ જેટલા ટોયલેટ (સંડાસ) બાંધવા ખુટતી રકમની સહાય પણ કરવામાં આવી.

 

     પ્રતિમાસ કોઈ એક દાતાના સહયોગથી અમદાવાદની આસપાસના વિસ્તારના વૃધ્ધાશ્રમોમાં ભોજન અથવા મિષ્ઠાન - ફરસાણની વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે.

 

     પ્રતિમાસ કોઈ એક સરકારી દવાખાનાના કોઈ એક વોર્ડમાં ફળો - બિસ્કીટનું વિતરણ દાતાઓના સહયોગથી કરવામાં આવે છે.

 

     જરૂરતમંદો કામ મેળવી સ્વાશ્રયી બની શકે તેવા શુભ આશયથી રસોઈ કામ બાળકો કે વડીલોને કે દર્દીઓની સંભાળ રાખી શકે યાદી બનાવી તેવાઓની આવી સેવા મેળવવાની ઈચ્છા રાખનારનો સંપર્ક કરી કામ અપાવવામાં સહાયભૂત થવાની સંસ્થાને નેમ છે.

 

     સાથે ડીસેમ્બર-૨૦૧૮ માં ધાર્મિક પ્રવૃત્તિના ભાગરૂપે રામકથા નું આયોજન કરેલ છે.

(શ્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા)

અને છેલ્લે.....

સંસ્થાએ ઈન્ટરનેટ પર પોતાની વેબ-સાઈટ શરૂ કરી છે. જેના થકી કોઈપણ વ્યક્તિ નીચેની સેવાઓ સરળતાથી મેળવી શકશે મૂકી શકશે.

 

Website : www.sahiyarunbiyan.com

Mobile Application from : http://www.communitymsg.com/App.htm

 

     ઓનલાઈન દેશી લોહાણા ડિરેકટરી - સરનામા - ફોન નંબર - યુવક - યુવતીઓની લગ્ન સંબંધી માહિતી - જન્મતિથી - લગ્નતિથી - માંગલિક દિવસો - શુભેચ્છાઓ આપવી. નવજાત શિશુના આગમનની જાણકારી બધુ આંગળીના ટેરવે આપી શકાશે - મેળવી શકાશે.

 

    અકસ્માત સમયે બ્લ્ડ​ ડોનર સરળતાથી મેળવી શકાશે.

 

   મૃત્યુ નોંધ​ - બેસણું - પ્રાર્થના સભા ઝડપથી અને સરળતાથી આપી શકાશે.


   આપ આપના સ્માર્ટફોનની મદદથી કોઈપણ માહિતી અદ્યતન​ બનાવી શકો છો.

 

અને સૌથી વિશેષ..... સમાજને એકત્રીકરણના માર્ગે એક મંચ પર લાવી શકાશે.